Sunday, January 5, 2025
HomeGujaratમોરબીમાં ખડકાતી ગેરકાયદે મસ્જિદનું બાંધકામ અટકાવી દેવા પાલિકા દ્વારા સંચાલકને આખરી નોટિસ...

મોરબીમાં ખડકાતી ગેરકાયદે મસ્જિદનું બાંધકામ અટકાવી દેવા પાલિકા દ્વારા સંચાલકને આખરી નોટિસ ફટકારાઈ

મોરબીના મણી મંદિર પાસે બનતી મસ્જિદ ગેરકાયદે હોવાં મામલે અગાઉ રજૂઆતો અને આક્ષેપો થયા બાદ મોરબી નગર પાલિકા દ્વારા મોટા પીર દરગાહના સંચાલકને ત્રીજી વખત નોટિસ ફટાકરી કામ અટકાવી દેવા અને જવાબ રજુ કરવામાં નહીં આવે તો લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદની નોટિસમાં જણાવાયું છે.

- Advertisement -
- Advertisement -

હેરિટેજ બચાવો અંતર્ગત કાજલ હિન્દુસ્તાની અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા મણી મંદિર નજીક ગેરકાયદે મસ્જિદ અંગે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી જેમાં કાજલ હિંદુસ્તાની દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પર કાર્યવાહી ન કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેથી મોરબી નગરપાલિકા એ કાર્યવાહી કરી હોવાના તસ્વીર સહ પુરાવા આપ્યા હતા જેમાં બે મહિના પહેલા પણ નોટિસ આપી હતી અને ગત તારીખ 04- 01-2022 ના રોજ આખરી નોટિસ આપવામાં આવી હતી જેમાં જણાવાયું કે મોરબી શહેર મોરબીમાં નગરપાલિકાની પુર્વ મંજુરી વગર બિનઅધિકૃત, ગેરકાયદેસર દબાણ કરી સરકારની નીતિ ધોરણ વિરુદ્ધનું કરાયું હોવાથી તાત્કાલિક બાંધકામ પ્રવૃત્તિ તથાય ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દુર કરવા હુકમ છે. આ અંગે ત્રણ દિવસમાં આપવામાં આવે અને આ બાંધકામ કે તેને લગતી કોઈપણ પ્રવૃત્તિ ચાલુ ન રાખવા ફરીથી સૂચના કરવામાં આવે છે જો દબાણ દૂર કરવામાં નહિ આવે તો
લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમ ગેરકાયદેસર બાંધકામના સંચાલકને નોટિસ આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!