મોરબી જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે સબ રજિસ્ટાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર કોરોના પોઝિટિવ આવતા રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશન અને વકીલ મંડળ દ્વારા દસ દિવસ સ્વૈચ્છીક રીતે દસ્તાવેજ નોંધણીથી અળગા રહેવા નક્કી કર્યું હતું. જેની મુદત તા.૨૬/૦૪/૨૦૨૧નાં રોજ પૂર્ણ થવા છતાં તંત્ર દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરની વ્યવસ્થા કરવામાં ન આવતા ગઈકાલે અનેક અરજદારો હેરાન પરેશાન થયા હતા. દરમ્યાન આ મામલે વકીલો અને રેવન્યુ પ્રેક્ટિશનર એસોશિએશન દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવતા ગઈકાલે તંત્ર દ્વારા હળવદથી કોમ્પ્યુટર ઓપરેટરને બોલાવી દસ્તાવેજની નોંધણી શરૂ કરવામાં આવી હતી અને ગઈકાલે એક જ દિવસમાં કુલ ૬૫ જેટલા દસ્તાવેજો રજીસ્ટર થયાં હતા.