આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય વય નિવૃત થયા છે ત્યારે તેઓને એક્સ્ટેન્શન આપશે કે પછી તેઓ નિવૃત જીવન ગાળશે આ મામલે અટકળો ચાલી રહી હતી.
જે અંગે મોરબી મીરર દ્વારા એક્સક્લુઝિવ માહિતી આપતા ડીજીપી વિકાસ સહાયને છ મહિનાનું એક્સ્ટેન્શન મળશે અને સાંજ સુધીમાં સતાવાર જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરી હતી ત્યારે ફરી એક વખત મોરબી મીરરના સમાચાર પર સચોટ અને સત્યતા ની મહોર લાગી છે અને અંતે ડીજીપી વિકાસ સહાયને રાજ્ય સરકાર દ્વારા છ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હોવાની સતાવાર જાહેરાત કરવામાં આવી છે.