મોરબીના ડી.જે.પી.કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા દ્વારા મોરબીના વતની અને ભારતીય સેનામાં જવાન તરીકે ફરજ બજાવતા અને મહારાષ્ટ્ર ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા ગણેશભાઈ મનસુખભાઈ પરમારના પરિવારને આર્થિક યોગદાન અર્પણ કરવામાં આવ્યું છે.
મોરબીના ડી.જે.પી.કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા કે જેઓ નિવૃત થયા પછી પણ નિયમિત પણે પોતાની ફરજ બજાવે છે. પોતે એક પગે અપંગતા ધરાવે છે, છતાં સમાજ માટે પોતાના તરફથી કંઈકને કંઈક યોગદાન આપતા રહે છે, શાળાની વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી પેડ અર્પણ કરવા, જરૂરિયાત મંદ દિકરીઓને કરિયાવર આપવો, પુસ્તકાલય માટે પુસ્તકો આપવા, અનાથ બાળકોને યુનિફોર્મ આપવા વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા નિવૃત શિક્ષિકા નીતાબેન પટેલે દેશની રક્ષા કાજે સરહદ પર સેવા આપતા મોરબીના શહીદ વીર ફૌજી જવાન ગણેશભાઈ પરમારના પરિવારજનોને મળી શાંતવના આપી શહીદ જવાનના પિતાને પણ પેરાલિસિસ થયેલ છે એમને રૂપિયા એકાવન હજારનો ચેક અર્પણ કરી નિતાબહેને પોતાની મરણ મૂડીમાંથી ફૂલ નહિં તો ફૂલની પાંખડી અર્પણ કરી શહીદ જવાનને વિરાંજલી આપી છે, આ સેવકાર્યમાં દિનેશભાઈ વડસોલા મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ સાથે જોડાયા હતા.









