ગુજરાતમાં કોરોના વિદાય લઈ રહ્યો છે તે સમયે લોકોની આર્થિક સ્થિતિ અંગે પડેલી અસર અંગે થયેલા એક સર્વેમાં રાજયમાં બેંકો દ્વારા અપાતી પર્સનલ લોનમાં 25 ટકા જેવો વધારો થયો છે.
ખાસ કરીને નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ દ્વારા અપાતી લોન વધી છે. બેન્કીંગ ડેટા મુજબ પર્સનલ લોનનું પ્રમાણ વધવાની સાથે એનપીએનું પ્રમાણ પણ વધ્યું છે. અગાઉ પર્સનલ લોનમાં એનપીએ 1.6 ટકા હતું તે વધીને 1.92 ટકા જેવું થઈ ગયું છે. એક તરફ બેન્કો પર્સનલ લોનનાં બીઝનેસમાં સારો નફો જોવે છે પરંતુ તેની સાથોસાથ તે પ્રકારના ધિરાણમાં જોખમ પણ વધુ છે.
2019-20માં સરેરાશ પર્સનલ લોન રૂા.77280ની આપવામાં આવી હતી જે 2020-21માં વધીને રૂા.96390 થઈ છે. જોકે 2018-19માં એનપીએ 0.77 ટકા હતું તે 2019-20માં વધીને 1.06 ટકા થયું હતું અને 2020-21માં તે વધીને 1.92 ટકા થયું છે.
ખાસ કરીને બેંકો દ્વારા હપ્તા અને વ્યાજ ભરવામાં છ માસની જે મુદત આપવામાં આવી હતી અને તે બાદ પણ અનેક ગ્રાહકો તેમના ચડેલ હપ્તા ભરવા આવ્યા હતા.