Sunday, January 19, 2025
HomeGujaratજાણો મોરબીના ઝીંઝુડા ગામેથી ઝડપાયેલ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું કોને આપવાનું હતું...

જાણો મોરબીના ઝીંઝુડા ગામેથી ઝડપાયેલ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું કોને આપવાનું હતું ATS એ કઈ રીતે પાર પાડ્યું સમગ્ર ઓપેરેશન

મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે આજે એસ.ઓ.જી અને એ.ટી.એસ એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ૫૦૦ કરોડનું ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી તેમજ સમગ્ર ડ્રગ્સ કૌભાંડનુ કાવતરૂ વિદેશમા રચવામાં આવ્યું હતુ અને ડ્રગ્સ પાકિસ્તાનથી એક શખ્સે ભારત પાક દરિયાઈ માર્ગેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું હતું. તાજેતરમાં જ દ્વારકામાથી ૩૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતુ. સમગ્ર મામલે આજે ડીજીપીએ પત્રકાર પરિષદ યોજી અનેક ખુલાસા કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

 

ગુજરાત ATS ચીફ હિમાંશુ શુક્લા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે એક મકાન માં હેરોઇન ડ્રગ્સ નો જથ્થો પડ્યો છે જેથી ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજીએ મોડી સાંજે 8 વાગ્યા ના અરસા માં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમા ઝીંઝુડામા રહેતા શમસુદીન હુસેનમીયા સૈયદ પીરઝાદા ના ઘરમા સાચવવામાં આવેલુ કંસાઈનમેનટ ઝડપાયું હતુ જેમા ૧૨૦ કિલો હેરોઈન ઝડપાયું હતુ ૫૦૦ કરોડનુ અધધધ ડ્રગ્સ ઝડપાતા પોલીસ પણ ચોકી ઉઠી હતી તેમજ સમગ્ર મામલે પોલીસે જામનગરના જોડીયાના મુખતીયાર હુસેન, સલાયાના ગુલામ ભાગડ અને ઝીંઝુડાના શમસુદીન ને ઝડપી લીધા હતા. આ ડ્રગ્સ પાકિસ્તાનથી એક શખસે દરિયાઈ માર્ગે ગુજરાત મોકલ્યું હતુ અને આફ્રિકા મોકલવાનું હતુ પરંતુ આરોપીઓનો આ પ્લાન નિષ્ફળ જતા ડ્રગ્સ ઝીંઝુડા ખાતે રાખવામાં આવ્યું હતું.

આ સમગ્ર ડ્રગ્સ મામલે ડીજીપી આશિષ ભાટિયા એ પત્રકાર પરિષદ યોજી ને જણાવ્યું હતુ કે ગુજરાતમાં ડ્રગ્સ ધુસાડવાનુ કાવતરું યુ.એ.ઈ. મા રચવામાં આવ્યું હતું અને પાકિસ્તાનથી એક શખસે ડ્રગ્સ ગુજરાત મોકલ્યું હતુ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.આરોપી ના ઇતિહાસ જોવા જઇએ તો આરોપી શમસુદીન હુસેન મિયાં પીરઝાદા મૂળ બાબરા તાલુકા ના મિયા ખીજડિયા ગામ નો રહેવાસી છે અને ઝીંઝુડા તેના સગા રહેતા હોય છેલ્લા 2 વર્ષ થી ઝીંઝુડા માં રહીને દોરા ધાગા નું કામ કરતો હતો અને અન્ય આરોપીઓ મુખતીયાર હુસેન ઉર્ફે જબ્બાર જામનગર જિલ્લા ના જોડિયા નો રહેવાસી છે અને ગુલામ ભાગડ જામનગર જિલ્લા ના સલાયા નો રહેવાસી છે બન્ને રીઢા ગુનેગાર છે અને ભારત ની એજન્સી ઓ અને અનેક પોલીસ સ્ટેશન માં બન્ને પર અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે અને પાકિસ્તાન થી માલ મોકલનાર જાવેદ બશીર બ્લોચ પણ અગાઉ દાણચોરી સહિત ના અનેક ગુનાઓ માં હાલમાં વોન્ટેડ છે.

ATS દ્વારા છેલ્લા ચાર દિવસથી હતી તમામ પર નજર
મોરબીના ઝીંઝુડા ગામે પકડાયેલા તમામ આરોપીઓનું સલાયા સાથે કનેક્શન હોવાની શંકા છે ત્યારે આ પકડાયેલા આરોપીઓની માહિતી ATS હેડ હિમાંશુ શુકલા ને મળી હતી પરંતુ પુરાવાના એકત્ર કરવા જરૂરી હતા ત્યારે હેરોઇનનો મોટો જથ્થો ઝીંઝુડા હોવાની માહિતી મળી હતી જેના આધારે મોટો જથ્થો સર્ચ દરમિયાન પકડી પાડ્યો હતો આગામી સમયમાં મોટા ખુલાસાઓ ATS ની તપાસમાં બહાર આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!