Saturday, January 4, 2025
HomeGujaratમોરબીની પી.જી.પટેલ કોલેજમાં FINMARK FOCUS – 2024 કારકિર્દીલક્ષી કાર્યક્રમ યોજાયો

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં FINMARK FOCUS – 2024 કારકિર્દીલક્ષી કાર્યક્રમ યોજાયો

વિવિધ ઇવેન્ટ અને કારકિર્દીલક્ષી સેમીનારના આયોજન થકી વિધાર્થીના જીવન ઘડતરની દિશામાં સતત પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ કોલેજમાં FINMARK FOCUS – 2024 નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આયોજિત FINMARK FOCUS – 2024 કાર્યક્રમ અંતર્ગત BBA ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા માર્કેટિંગ અને ફાયનાન્સ ક્ષેત્રે રહેલી કારકિર્દી ઘડતરની તકોનું અર્થપૂર્ણ અને સચોટ રીતે નિદર્શન કર્યું હતું. જેમાં અલગ અલગ પ્રોડક્ટ્સની જાહેરાત અને માર્કેટિંગ વ્યૂહરચના વિષે રસપ્રદ છણાવટ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને નિર્ણાયક તરીકે રાજકોટની ધમસાણીયા કોલેજના નિષ્ણાંત પ્રાધ્યાપક ડો.હરેશ વૈશનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ માર્કેટિંગ અને ફાયનાન્સ ક્ષેત્રે રહેલી ભવિષ્યની ઉજળી તકો વિષે રસદાર અને આગવી શૈલીમાં પોતાનું વ્યાખ્યાન રજુ કરીને વિધાર્થીઓને માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્થાવતી આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફ સહીત વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!