Monday, April 6, 2026
HomeGujaratમોરબી-રાજકોટ હાઈવે પર શનાળા સીએનજી પંપ નજીક કચરામાં લાગી આગ, ફાયર ટીમ...

મોરબી-રાજકોટ હાઈવે પર શનાળા સીએનજી પંપ નજીક કચરામાં લાગી આગ, ફાયર ટીમ દોડી આવી

મોરબીના શનાળા ગામ પાસે સીએનજી પંપ નજીક ખુલ્લા પ્લોટમાં મહાપાલિકાની ડંમ્પીગ સાઈટના કચરાના ઢગલામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ આગ રહેણાંક વિસ્તાર નજીક પહોંચી જતા ફાયર ટીમ દ્વારા આગ વધુ પ્રસરતી અટકાવવા પ્રયાસો હાથ ધરાયા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-રાજકોટ હાઈવે પર શનાળા નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ચેરીટી ભવન અને ગુજરાત ગેસના સીએનજી પંપ નજીક લાગેલી આ આગ પવનના કારણે ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આસપાસના સુકા ઝાડ-બાવળને પણ પોતાની ઝપેટમાં લઈ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને કારણે વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો તેમજ બનાવ સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. આગના બનાવના આ સ્થળે મહાનગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવતો હોય છે, આગ રહેણાંક વિસ્તારમાં ન ફેલાય તે માટે તાત્કાલિક તકેદારી રાખવામાં આવી હતી.

આગ અંગે જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. નોંધનીય છે કે, આગ રહેણાંક મકાનો સુધી પહોંચી ગયી છે પરંતુ હાલ ફાયર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી આગ વધુ પ્રસરે નહિ તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!