Friday, September 20, 2024
HomeGujaratમોરબીની પેપર મિલમાં લાગી આગ : કાચા માલના ગોડાઉનમાં

મોરબીની પેપર મિલમાં લાગી આગ : કાચા માલના ગોડાઉનમાં

મોરબીના જૂના લીલા પર રોડ પર આવેલ એક પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં પેપર મીલમાં કાચા માલના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. તેમજ બનાવની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી નજીક લીલાપર ચોકડી નજીક આવેલ પેપરમિલમાં આજે વહેલી સવારે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પેપર મીલમાં કાચા માલના ગોડાઉનમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ બનાવની જાણ થતા જ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ ત્રણ વોટર બ્રાઉઝર સાથે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, હજુ પણ કૂલિંગની કામગીરી ચાલુ છે. તેમજ કાચા માલના ગોડાઉનમાં આગ લાગતાં મોટા પાયે નુકશાન થયાની આશંકા પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!