પંચાસર ગામ થોરાળા પાટીયા નજીક નીરણ ભરેલ ટ્રક આઇસરને તાર અડી જતાં આગ લાગવાની ઘટના બની હતી. મોરબી ફાયર વિભાગને જાણ થતાં ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી જાનહાનિ થતાં અટકાવી હતી.
મળતી માહિતી અનુસાર સતનામ ગૌશાળાનો ચારો (નીરણ) ભરી ટ્રક જઈ રહ્યો હતો. ત્યારે ટ્રક આઇશર નંબર GJ-13-W-2943 પંચાસર ગામ થોરાળા પાટીયા નજીક તાર અડી જતાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે ૧૦૧ ફાયર કંટ્રોલ રૂમમાં સવારે કોલ આવતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી પાણીનો મારો ચલાવી આગ પર કંટ્રોલ મેળવી વધારે નુકસાની થતા અટકાવેલ હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા નીરણ સળગી ગયું હતું. જ્યારે ડ્રાઇવર નો આબાદ બચાવ થયો હતો અને વાહનમાં પણ મોટું નુકશાન થતા અટકી ગયું હતું.