મોરબીમાં ગરમીના કારણે ઘુંટુ ગામે પ્લોટ વિસ્તારમાં અને લોહાણાપરા શેરી-૨ માં કચરામાં આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટાળી હતી.
મોરબીમાં ગરમીના કારણે બે અલગ-અલગ જગ્યાએ કચરામાં આગ લાગવાના બનાવો બન્યા હતા. જેમાં એક બનાવ ઘુંટુ પ્લોટ વિસ્તારમાં અને બીજો લોહાણાપરા શેરી-૨ માં નોંધાયો હતો. બંને સ્થળોએ અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિક લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.









