આજે નવા વર્ષની પ્રથમ રાત્રિએ મોરબીના માધાપર વિસ્તારમાં ફાયરિંગ ની ઘટના બનતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
જે બનાવની વિગત મુજબ મોરબી ના માધાપર શેરી નં ૧૮-૧૯ વચ્ચે ચોકમાં બાળકોના ઝઘડા બાબતે થયેલ બોલાચાલી બાદ ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોત જોતામાં ઝઘડામાં કોઈ શખ્સે અચાનક બંદૂકમાંથી ફાયરિંગ કરી દીધું હતું જે ફાયરિંગ બાદ સની કાંતિલાલ ડાભી તેમજ તુલસી શંખેશરીયા નામના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જેમના તુલસી નામના વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં અને સની ડાભી નામના વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસના પીઆઈ એચ. એ.જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ખાલી કારતૂસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા માધાપર માં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.