14મી એપ્રિલથી ફાયર સર્વિસ સપ્તાહ કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ અંતર્ગત શહેરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ માટે રોડ શો, વ્હીકલ શોકેસિંગ માહિતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં ફાયર સર્વિસ વિક ૨૦૨૪ અંતર્ગત જાગૃતિ હેતુસર મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા મોરબીમાં અલગ-અલગ જગ્યાએ ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગનું આયોજન કરાયું હતું.
તા.૧૪ થી ૨૦ એપ્રિલ દરમિયાન ફાયર સર્વિસ વિક ૨૦૨૪ અંતર્ગત જાગૃતિ હેતુસર મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા મોરબીમાં અલગ-અલગ જગ્યાએ ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી.
જેમાં ન્યુ એરા ગ્લોબલ સ્કુલ -વીરપરના ૧૪૦૦ બાળકો અને શિક્ષકગણ, શ્યામ હોસ્પિટલ- સાવસર પ્લોટના ૨૦ સ્ટાફ તેમજ એકતા એવન્યુ રેસીડેન્ટ બિલ્ડીંગ- દર્પણ ૨ રવાપર રોડના ૫૫ રહેવાસીઓ આમ કુલ ૧૪૭૫ વ્યક્તિને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ અપાઈ હતી.
જેમાં આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા, ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ Fire extinguisher (અગ્નિશામક યંત્ર)નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને સમજાવવામાં આવ્યું હતું. તેમજ ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવીએ શિખવાડવામાં આવ્યું હતું.