મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદના સુંદરીભવાની ગામ ખાતે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ફાયર ક્લેનું ખાણકામ કરી તેનું વહન કરતા એક એક્સકેવેટર મશીન તથા બે ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એક્સકેવેટર મશીનના માલીક દ્વારા આ ખનીજ ચોરી કરવામાં આવતું હોવાનું સામે આવતા હાલ અંદાજે ૧ કરોડના મશીન અને વાહનો સીઝ કરી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાત્રી જે.એસ.વાઢેર અને તેમની ટીમ દ્વારા હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે બાતમીને આધારે રેઇડ કરી સાની કંપનીના એક્સકેવેટર મશીન અને બે ડમ્પરથી ફાયર ક્લે ખનીજના ગેરકાયદેસર ખાણકામ કરી વહન બદલ પકડી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ફાયર ક્લે ખનીજ ખોદકામ કરવાનું કામ સુંદરીભવાની ગામનો એક ઈસમ ધરમશીભાઈ દામજીભાઇ સોલંકી મશીનના મલિક દ્વારા કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ફાયર ક્લેનું ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ સાની કંપનીનું એક્સકેવેટર મશીન તથા બે ડમ્પર રજી.નં.જીજે-૩૬-એક્સ-૯૯૬૯ તથા બીજું ડમ્પર જીજે-૩૬-એક્સ-૪૨૩૪ ને સીઝ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હેતુ હળવદ પોલીસ મથક ખાતે પહોંચાડવામાં આવેલ છે.