દીવાળીના તહેવારને ધ્યાને લઈને ફટાકડા ફોડવા માટે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દિવાળી નિમિતે રાત્રીના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે.
દિવાળીના તહેવારોમાં જોરદાર આતશબાજીમાં જામતી હોય છે ત્યારે લોકોને નુકસાન ન પહોંચે તે હેતુથી સર્વોચ્ચ અદાલતે સમય મર્યાદા જાહેર કરી રાત્રીના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત નૂતન વર્ષ તથા ક્રિસમસના તહેવારોમાં 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવા અંગે મંજૂરી આપવામાં આવી છે. તથા લાયસન્સ ધારકો જ ફટાકડાનું વેચાણ કરી શકશે અને વધુ પ્રદુષણ ફેલાવતા ફટાકડા ફોડવા પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુમાં ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ અંગે અને વિદેશથી ફટાકડાની આયાત કરવાનો પણ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત તમામ ઇ કોમર્શ વેબસાઇટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે.