Wednesday, June 25, 2025
HomeGujaratમોરબીમાં સૌપ્રથમ વાર પેન ફેશિયલ ફેક્ચર ચહેરાની જટિલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરાઈ

મોરબીમાં સૌપ્રથમ વાર પેન ફેશિયલ ફેક્ચર ચહેરાની જટિલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરાઈ

મોરબીની આયુષ હોસ્પિટલે ઘર આંગણે વધુ એક જટિલ ઓપરેશન પાર પાડી સારી સુવિધા આપવામાં આવી છે. મોરબીના ૧૯ વર્ષીય યુવાનને મોઢાના ભાગે હાડકાના ફેક્ચર થતાં આયુષ હોસ્પિટલના ડૉ. આશિષ હડિયલ અને એનેસ્થેસિયા ડૉક્ટરોની ટીમ દ્વારા દર્દીનું સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડતા દર્દી અને સગાઓએ ડોકટર અને હૉસ્પિટલનો આભાર માન્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી માં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી છે. મોરબીનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈ હાઈવે પર જતો હતો. ત્યારે અચાનક આગળ જઈ રહેલા ટ્રકે બ્રેક મારતા બાઈક ટ્રકમાં ઘૂસી જતાં ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે આયુષ હોસ્પિટલમાં મોરબીના એક માત્ર પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયલ એ દર્દી ને તપાસ કરી સીટી સ્કેન કરાવતા પેન ફેશિયલ ફ્રેકચર એટલે કે દર્દીના ચહેરાના લગભગ બધા જ હાડકા તૂટી ગયા હતા. જેમ કે આંખો લની આજુબાજુના, નાકના, બન્ને  જડબાના વગેરે હાડકાના ફ્રેકચર થયા હતા. ડૉ. આશિષ હડિયલે લેટેસ્ટ 3D સિટી સ્કેન ટેકનોલોજી દ્વારા પ્લાનિંગ કરી દર્દી પર જટિલ ઓપરેશન કરી બધાજ ફ્રેકચરને પાછા બેસાડી ટાઇટેનિયમ ધાતુની પ્લેટ અને સ્ક્રુ ફીટ કરવામાં આવ્યા હતા. ઉપર અને નીચે ના જડબાને arch bar નાંખી તાર થી બાંધી તુટી ગયેલા દાંતને નોર્મલ સ્થિતિમાં લાવવામાં આવ્યા હતાં. ઓપરેશન માટે દર્દીને બેભાન કરવા માટેનુ એનેસ્થેસિયા પણ જોખમી હતું. કારણ કે નાક કે મોં ના ભાગ થી ટ્યુબ નાખવી શક્ય ન હોવાથી submental intubation એટલે કે દાઢીના નીચેના ભાગમાંથી નાનું હોલ બનાવી ટ્યુબ નાખવામાં આવી હતી. એનેસ્થેસિયા ડૉક્ટરોની ટીમે યોગદાન આપી ઘર આંગણે દર્દીને જટિલ ઓપરેશન કરી આયુષ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી હતી. જે બદલ દર્દી અને સગાએ ડોક્ટર અને હોસ્પિટલનો આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!