મોરબી : વાહન ચોરીની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને ધક્કા ન ખાવા પડે એ માટે સરકારે ઇ-ફરિયાદ એટલે ઓનલાઈન ફરિયાદ નોંધવાની જાહેરાત કરી છે. જે મુજબ મોરબીમાં પ્રથમ બાઈક ચોરીની ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી મયુરભાઇ પોપટભાઇ માવદીયા ઉ.વ.૩૪, રહે. લાલપર, તાલુકા શાળા પાછળ, સરદાર પટેલ સ્ટેડીયમ પાસે, નવી સોસાયટી, તા.જી.મોરબીવાળાએ ગત તા.૦૯/૦૬/૨૦૨૨ ના રોજ લાલપર, તાલુકા શાળા પાછળ, સરદાર પટેલ સ્ટેડીયમ પાસે, નવી સોસાયટી નજીક બાઈક નં. GJ-25-N-0491 પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા તેઓએ પોર્ટલ પર ઇ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.