વડાપ્રધાન મોદી એ આજે નવ વંદે ભારતને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જામનગરથી અમદાવાદ વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેન દોડશે. તેમજ આ ટ્રેન ૬ સ્ટોપ કરશે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેન સ્ટોપ કરતા સાંસદ, મંત્રી અને ધારાસભ્યની હાજરીમાં વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયુ હતું.
ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પહેલી વંદે ભારત ટ્રેન મળતા સૌરાષ્ટ્રમાં આનંદો છવાઈ ગયો છે. ત્યારે આ ટ્રેન જામનગરથી-અમદાવાદ વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેન દોડશે. તેમજ આ ટ્રેન ૬ સ્ટોપ કરશે. જેમાં જામનગરથી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડશે. આ ટ્રેન વહેલી સવારે ૫.૩૦ વાગ્યેથી રવાનાં થશે અને સપ્તાહમાં છ દિવસ ટ્રેન દોડશે. ત્યારે હવે વંદે ભારત ટ્રેનમાં જામનગરથી અમદાવાદ સુધી ૯૫૫ રૂપિયામાં મુસાફરી કરી શકાશે. ત્યારે આ ટ્રેન મોરબી તાલુકાનાં વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ કરતા સાંસદ સભ્ય, મંત્રી અને ધારાસભ્ય દ્વારા ટ્રેન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.