રમત ગમત યુવા અને સાસ્કૃતીક પ્રવૃતી વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તાબા હેઠળની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીની કચેરી દ્વારા ‘આઝાદી કા અમ્રુત મહોત્સવ’ અંતર્ગત “ફીટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0” ના ભાગરૂપે મોરબી જિલ્લાના ભાઈઓ માટે તા. ૨૭/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૮-૦૦ કલાકે નવજીવન ન્યૂએરા સ્કુલ (જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ) ખાતેથી ૨-કી.મી(૨-કિલોમીટર) દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થીત રહેલ મહેમાન તથા સિનીયર કોચ દ્વારા દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવામાં આવેલ.
આ દોડમાં કોચ, ટ્રેનર, ખેલાડીઓ તથા વિધ્યાર્થીમિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. “ફીટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0” દોડ દ્વારા નગરજનોને આઝાદી કા અમ્રુત મહોત્સવ અને ફીટ ઈન્ડીયા મુવમેંટ સાથે સ્વસ્થતાનો સંદેશ આપવામાં આવ્યો હોવાનું સિનીયર કોચ જીલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર, મોરબીની એક યાદીમાં પાઠવામાં આવ્યો હતો.