મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” સ્પર્ધાનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ મોરબીના નવા બસ સ્ટેશન પાછળ આવેલ કન્યા છાત્રાલય ખાતેથી શરૂ કરવામાં આવી હતી. ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન સ્પર્ધાનો મોરબી જીલ્લા અધિક કલેકટર, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને ઉપસ્થિત રહી લિલી જંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં જે.એ. પટેલ મહિલા કોલેજની વિધાર્થીનીઓ પણ જોડાઈ હતી.