Monday, March 16, 2026
HomeGujaratમાળિયા મી.ના મોટા દહીસરા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

માળિયા મી.ના મોટા દહીસરા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહીબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત માળીયા મિયાણા પોલીસે મોટા દહીસરા ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, માળીયા મિયાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે, મોટા દહીસરા ગામના ખોજાવાસ વાળી શેરી, બોરડીવાસ વિસ્તારમાં જાહેરમાં ખુલ્લી જગ્યાએ કેટલાક ઇસમો ગંજીપત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા તાત્કાલિક રેઇડ કરવામાં આવી હતી. અને રેઇડ દરમિયાન લક્ષમણગીરી ભિખુગીરી ગોસાઈ, મનસુખલાલ ઉર્ફે મનુભા લાભુભા ગઢવી, હરપાલસિંહ નવુભા જાડેજા, રામદેવસિંહ સુખદેવસિંહ જાડેજા તથા સામતભાઈ ભિખાભાઈ બાંભવા નામના પાંચ ઇસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. અને આરોપીઓ પાસેથી ગંજીપત્તાના પત્તા તેમજ રોકડ રૂ.10,500 કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!