રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલની સુચના મુજબ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે તેમજ પ્રોહી./જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ પર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે સર્કિટ હાઉસ સામે વિધ્યુતનગર ના ઢાળીયા પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મોરબી-ર સર્કિટ હાઉસ સામે વિધ્યુતનગરના ઢાળીયા પાસે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા રમેશભાઇ દેવજીભાઇ ભોયા, હરેશભાઈ ગીરીજાશંકર ત્રિવેદી, મહેશભાઇ કાળુભાઇ શેખાણી, લક્ષમણભાઇ સબુભાઇ ખોટ તથા દિનેશભાઇ મોહનભાઇ ઝીઝુંવાડીયા નામના કુલ ૫ આરોપીઓને રોકડા રૂ.૨૨,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા ૧૨ મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









