મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ નજીક શેરીમાં ગંજીપત્તાના પત્તા વડે તીનપત્તિનો પૈસાની હારજીતનો જુગાર રમતા રમેશભાઈ બીજલભાઈ મકવાણા ઉવ.૩૪ રહે. મોરબી-૨ નજરબાગ રેલ્વે સ્ટેશન સામે, ખીજડા વાળી શેરી, રમેશભાઈ કરશનભાઈ ચૌહાણ ઉવ.૫૩ રહે.મોરબી-૨ સો-ઓરડી મહાવીર પાર્ક, અફજલભાઈ ઉર્ફે જલો અકબરભાઈ સમા ઉવ.૨૮ રહે. મોરબી-૨ સો-ઓરડી શેરી નં. ૬, કુવરજીભાઈ ઉર્ફે મુન્નો હિરાભાઈ વધોરા ઉવ.૪૦ રહે. મોરબી-૨ બૌદ્ધનગર ફિલ્ટર હાઉસ સામે તથા જયેશભાઈ સંદીદાન ઇશરાણી ઉવ.૫૦ રહે. મોરબી-૨ સો-ઓરડી શેરી નં. ૭ વાળાને બી ડીવિઝન પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે જુહરના પટ્ટમાંથી રોકડા રૂ. ૧૨,૩૦૦/- કબ્જે લઈ, પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.