પાંચેય આરોપીઓને રોજ ઉપર દારૂ વેચવા રાખેલ વીસીપરા વિસ્તારની મહિલા બુટલેગરની શોધખોળ.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પીપળી ગામની સીમમાં અંબિકા એન્જી.પાછળ બાવળની કાંટમાં દેશી દારૂ લઈને બેઠેલા પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ ૧૬૫ લીટર દેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો, જ્યારે દેશી દારૂ વેચવા રોજના રૂ.૧૦૦૦/-આપતી મહિલા બુટલેગરનું નામ ખુલતા, પોલીસે તેને ફરાર દર્શાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના પીપળી ગામ નજીક તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અંબિકા એન્જી. કારખાના પાછળ બાવળની કાંટના છાયે દેશી દારૂ લઈને બેઠેલા ૧)રાહુલભાઈ ભાણજીભાઈ ચૌહાણ ઉવ.૨૮ રહે.ભડીયાદ જીવરાજપાર્ક સોસાયટી મફતીયાપરા તા.જી.મોરબી, ૨)અલ્તાફભાઈ અનવરભાઈ ગની ઉવ.૧૯ રહે.મોરબી-૨ વીસીપરા કુલીનગર-૧, ૩)સંજયભાઈ હરીભાઈ ટીડાણી ઉવ.૧૯ રહે. મોરબી-૨ ઈન્દીરાનગર, ૪)કાદરભાઈ હુસેનભાઈ દીવાન ઉવ. ૨૬ રહે. મોરબી-૨ વીસીપરા કુલીનગર-૧ તથા ૫)અકરમભાઈ અનવરભાઈ શેખ ઉવ.૨૫ રહે.મોરબી-૨ વીશીપરા કુલીનગર-૧ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, તાલુકા પોલીસે સ્થળ ઉપરથી ૧૩૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૩૩,૦૦૦/- કબ્જે કર્યો હતો, જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં આ દેશી દારૂ મોરબી વીસીપરા વિસ્તારમાં રહેતી બુટલેગર ડિમ્પલબેન હિતેશભાઈ રાઠોડનો છે, અને આ પાંચેય આરોપીઓને રોજના રૂ.૧૦૦૦/- લેખે દારૂ વેચવા માટે દહાડીમાં રાખ્યા હોવાની કબૂલાત આપતા, પોલીસે આરોપી મહિલાને ફરાર દર્શાવી કુલ ૬ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે