Friday, January 10, 2025
HomeGujaratરાજકોટ, અમદાવાદ અને કચ્છના પાંચ બૂટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા

રાજકોટ, અમદાવાદ અને કચ્છના પાંચ બૂટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા

રાજકોટ, અમદાવાદ અને કચ્છ જિલ્લામાં દારૂના કેસમાં અગાઉ અનેકવાર પકડાઇ ચૂકેલા પાંચ આરોપીઓની મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી પાસાના ગુનામાં જિલ્લા બહાર અલગ-અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં ગેર કાયદેસર રીતે ચોરી છુપી દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવા અંગેની સૂચના આપેલ હોય જેને લઇ રેકોર્ડથી ખરાઇ કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મોટા ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે સને ૨૦૨૨ ના વર્ષમાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી આપેલ હોય જે અનુસંધાને જી.ટી.પંડયા (IAS)એ અમરશીભાઇ સુજાભાઇ વરીયા (રહે ભારતનગર, ૯-બી-૧૩૫, ગાંધીધામ, જિ. કચ્છ ભુજ), કમલેશભાઇ બાબુભાઇ કારેલીયા (રહે. હડાળા, આશોપાલવ સોસાયટી, તા.જી. રાજકોટ), અશ્વીનભાઇ દશરથભાઇ રૂદાતલા (રહે હડાળા, શીવડેરીની પાછળ રાધેક્રિષ્ના સોસાયટી, તા. જી. રાજકોટ રહે, વિઠ્ઠલાપુર ગામ, તા. માંડલ જિ. અમદાવાદ), મયુરભાઇ રણછોડભાઇ મકવાણા (રહે. હાલ કુહાગામ, રામેશ્વરપાર્ક સોસાયટી, મકાન નં.૪/૪૫ તા. દશક્રોઇ જિ. અમદાવાદ) તથા નરેશ ઉર્ફે સાધુરામ ભગવાનદાસ સાધુ (રહે. ગાંધીધામ, વીસી શીપીંગની સામે, તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ) નામના ઇસમો વિરૂધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા ઈસમોને એલ.સી.બી. તથા પેરોલ સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી અમરશીભાઇને જામનગર જિલ્લા જેલ, કમલેશભાઇને લાજપોર, મધ્યસ્થ જેલ-સુરત, -અશ્વીનભાઇને જિલ્લા જેલ-પોરબંદર, મયુરભાઇને મધ્યસ્થજેલ-અમદાવાદ તથા નરેશ ઉર્ફે સાધુરામને જિલ્લા જેલ-ભાવનગર ખાતે ગઈકાલે હસ્તગત કરી પાસા એકટ તળે ડિટેઇન કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!