મોરબી જિલ્લામાં જુગાર રમતા ઈસમો પકડાવવાનો સિસિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે માળીયા મી. પોલીસની ટીમે વવાણીયા ગામ સરકારી દવાખાના પાસેથી જુગાર રમતા પાંચ ઈસમોને પકડી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમે ગઈકાલે બાતમીનાં આધારે વવાણીયા ગામ સરકારી દવાખાના પાસે રેઈડ કરી જાહરેમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો નશીબ આધારીત તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા કાસમભાઇ ઉમરભાઇ ઢુસા વાઘેર, અબ્બાસભાઇ સીદીભાઇ ગુચડ, કાનજીભાઇ હરખાભાઇ સુરેલા, સુરેશભાઇ માધુભાઇ સુરેલા તથા હનિફભાઇ મામદભાઇ પઠાણ વાઘેર નામના શખ્સોને રોકડ રૂ.૧૩,૬૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.