મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રેઇડ કરી હતી, જ્યાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં સંજયભાઇ જયંતીભાઇ જંજવાડીયા ઉવ.૨૫, કિશનભાઈ લાભુભાઇ પાટડીયા ઉવ.૨૬, સંજય ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા ઉવ.૩૫, સુનીલભાઇ દેવસીભાઇ સુરેલા ઉવ.૨૮ તથા મહેશભાઇ માવજીભાઇ કાત્રોડીયા ઉવ.૨૫ તમામ રહે. ત્રાજપર ખારી વિસ્તાર વાળાની રોકડા રૂ.૧૦,૧૫૦ સાથે અટક કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.