મોરબીમાં જુગારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીરથી આગળ રોડ ઉપરથી પાંચ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. અને તમામ વિરુધ્ધ જુગારઘારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીરથી આગળ રોડ ઉપર જાહેરમાં અમુક ઈસમો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી મનીષભાઇ દેવકરણભાઇ ખાણધર, મશરૂભાઇ ગોકળભાઇ કારેથા, અસલમભાઇ કાસમભાઇ દલવાણી, કાદરભાઇ દાઉદભાઇ શેખ તથા પરેશભાઇ મનુભાઇ પાટડીયા નામના શખ્સોને કુલ રૂ.૧૪,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.