મોરબી જીલ્લામાં ગઈકાલ તા.૧૬ નવેમ્બરના રોજ અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના પાંચ બનાવોની નોંધ થઈ હતી, જેમાં શાગેરના શોભેશ્વર રોડ ઉપર લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આધેડે આપઘાત કર્યો હતો, જુના જાંબુડીયા ગામે ગેસ લાઇન ફાટતા ૧૬ વર્ષીય સગીરાનું સારવારમાં મૃત્યુ થયું હતું, જ્યારે સગીર પરિણીતાનું બાથરૂમમાં બહાર પાડી જવાથી સારવારમાં મોત થયું હતું, આ સિવાય એકલવાયા જીવનથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું હતું જ્યારે નીચી માંડલ ગામે કારખાનાની મજૂર ઓરડીમાં અકળ કારણોસર યુવકે આપઘાત કરી લીધો હતો. ત્યારે પાંચેય અપમૃત્યુના બનાવની પોલીસે નોંધ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે પ્રથમ અપમૃત્યુના બનાવમાં જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીકમાં રહેતા ગોપાલભાઈ સોહનભાઈ ધાસી ઉવ.૪૨ કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધેલ હાલતમા શોભેશ્વર રોડ લેન્ડવુડ સીરામીક સામે લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવતા સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બીજા અપમૃત્યુના બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામે ધર્મસિધ્ધિ સોસાયટીમાં દેવાંસીબેન રામસિંગભાઇ રાઠવા ઉવ.૧૬ ગઈ તા. ૧૪/૧૧ના રોજ સવારના ૯ વાગ્યા આસપાસ જમવાનુ બનાવતી વખતે ઘરે ગેસની લાઇન ફાટતા દેવનસીબેનને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી હોસ્પિટલ મેડિકલ અધિકારી દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે સગીરાના મોતની અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના કાનપુર જીલ્લાના સૈનારા ગામની વતની હાલ મોરબીના પીપળી ગામે રહેતા ૧૬ વર્ષીય પરિણીતા બબીતાદેવી અરવિંદકુમાર તા-૦૨/૧૦ રાત્રીના ૮ વાગ્યાના અરશામા પોતાના પીપળી સ્થિત ઘરમાં બાથરૂમની બહાર પડી જતા ઇજા થતા બબીતાદેવીને પ્રથમ સારવારમાં મોરબીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ તા.૧૨/૧૦ના રોજ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં રીફર કરતા ત્યાં સરકારી હોસ્પિટલ અમદાવાદમાં દાખલ કર્યા હતા જ્યાં ચાલુ સારવારમાં તા.૧૯/૧૦ ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી અમદાવાદ શાહીબાગ પોલીસ ચોકી ટીમે ઇન્કવેસ્ટ પંચનામું કરી લાશનું પીએમ કરાવી બનાવ મોરબી તાલુકા પોલીસ મથક હદનો હોય જેથી તમામ કાગળો મોરબી ટ્રાન્સફર કરતા તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના ચોથા બનાવમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં મચ્છોનગર વિસ્તારમાં રહેતા વીરમભાઇ દેવશીભાઇ વાંસફોડીયા ઉવ.૨૫ એ મચ્છોનગર વિસ્તારમાં ઇલેકટ્રીકની હેવી લાઈનના થાંભલે લૂંગી તથા નાયલોનના પટ્ટા વડે ટીંગઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે આત્મહત્યાના બનાવ અંગે પોલીસ તપાસમાં મૃતકના મોટાભાઈ પાસેથી મેળવેલ વિગતો મુજબ મરણજનાર વિરમભાઈ બાળપણથી ધુની મગજનો તામસી અને સ્વચ્છંદી સ્વભાવનો હોય પોતાના મનનુ ધાર્યુ કરતો હોય અને એકલવાયુ જીવન જીવવા સારૂ પોતાની પત્નિ સાથે પરીવારના સભ્યોના ના પાડવા છતા પોતાની પત્નિને છુટાછેડા આપી બાદ પરીવાર સાથે કોઇ વ્યવહાર ના રાખી પોતાની રીતે એકલુ અટુલુ જીવન જીવતા હોય અને છેલ્લા પાંચેક વર્ષથી એકલુ જીવન જીવી એકલતાથી કંટાળી છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહી માનસીક આધાતમાં સરી જઈ આપઘાત કરી અંતિમ પગલું ભરી લીધું હતું.
જ્યારે પાંચમા અપમૃત્યુના બનાવમાં નીચી માંડલ ગામે આવેલ નોકેન સીરામીક ફેક્ટરીના મજૂર રૂમમાં રહેતા વિરેન્દ્ર અતરસિંગ ચોધરી ઉવ.૨૬ એ ગઈકાલ તા.૧૬/૧૧ના રોજ પોતાની રૂમમાં કોઇ કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં તેની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવનાર-હસમુખભાઇ બાવરવા મો.નં-૯૯૦૯૯ ૮૮૭૦૦ વાળા લાવેલ હતા, ત્યારે હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી અ. મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણોની તપાસ હાથ ધરી છે.