Thursday, December 26, 2024
HomeGujaratમોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના પાંચ બનાવ નોંધાયા

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના પાંચ બનાવ નોંધાયા

મોરબીમાં આપઘાત અને અકસ્માતોનાં બણૉવો વધી રહ્યા છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં એક જ દિવસમાં પાંચ લોકોના અકાળે મોત નિપજ્યા હોવાની પોલીસ ચોપડે નોંધ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેર બૌઉન્ટ્રી ટોલનાકા નજીક મોમાઇ હોટલ પાસે રોડ પાસેથી ગત તા.૨૫/૧૧/૨૦૨૩ના રોજ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા તેને પી.એમ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ મૃતદેહનો કોઈ વાલી-વારસો મળી ન આવતા તેને કોલ્ડ સ્ટોરેજમાં રખાવેલ હોય જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજા બનાવમાં, વાંકાનેરમાં જેતપરડા મલ્ટી સ્ટોન ગ્રેનેટો પ્રા.લી કારખાનામાં રહેતો સુનીલકુમાર જીતનભાઇ મીન નામનો યુવક કારખાનામાં કામ કરટી વેળાએ ઉંચાઇ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે વાંકાનેર સીવીલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.

ત્રીજા બનાવમાં, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે રહેતા મીથુનભાઇ ધરમરાજ સોની નામના યુવકે ગઈકાલે કોઇ અગમ્ય કારણૉસર ગળે ફાંસો ખાઇ લીધેલ હોય જેને લઈ તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ હોય જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.

ચોથા બનાવમાં, ટંકારાનાં લખધીરગઢ ગામે રહેતા પ્રદિપભાઇ મગનભાઇ ઢેઢીને હાડકાનુ કેન્સર હોય જેથી પોતાના ધરે સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જેથી તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે. જયારે પાંચમા બનાવમાં, ટંકારાનાં ઓટાળા ગામે રહેતી મિતલબેન કિશોરભાઇ પરમાર નામની યુવતી ગઈકાલે સવારના સાડા આઠેક વાગ્યે પોતાના રહેણાક મકાને ગેસના ચુલા ઉપર ચા બનાવવા માટે ગેસનો ચુલો ચાલુ કરવાનુ બટન ચાલુ કરી બાકસ લેવા માટે બહાર ગયેલ અને બાકસ લઇ બાકસ સળગાવતા ગેસ ફેલાઇ ગયેલ હોય એકદમ થી આગ લાગતા યુવતી શરીરે ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવારમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ચાલુ સારવાર દરમ્યાંન મોટ નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!