Sunday, January 12, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં એક જ દિવસમાં અકાળે મોતનાં પાંચ બનાવ નોંધાતા અરેરાટી

મોરબી જિલ્લામાં એક જ દિવસમાં અકાળે મોતનાં પાંચ બનાવ નોંધાતા અરેરાટી

મોરબી જિલ્લામાં આપઘાત તેમજ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. વાંકાનેર મોરબી નેશનલ હાઇવે, રાતી દેવળી ગામ, રાખોડીયા ગામ, વર્ષામેડી ગામ અને ખાખરેચી ગામ એમ પાંચ વિસ્તારમાં અલગ-અલગ કારણોસર અકાળે મોતનાં કુલ પાંચ બનાવો બનતા મોરબી જિલ્લામાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં સીધ્ધાર્થ નગર રેલ્વે સ્ટેશન પાસે રહેતા સભાનારાયણ તીલેશ્ર્વર શર્મા ગત તા.૦૬/૧૧/૨૦૨૨ના રોજ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર નવાપરા ગાળામા પાસેથી ચાલીને જતા હતા. તે દરમિયાન રોડ ક્રોસ કરતી વેળાએ જીજે-૩૮-બીબી-૨૭૦૮ નંબરના ઈકો કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી સભાનારાયણભાઈને હડફેટે લઈ રોડ પર પછાડી દઈ અકસ્માત સર્જી વાંકાનેર તરફ નાશી જતા સભાનારાયણભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં વર્ષામેડી ગામની સીમમા આવેલ મહારાજા સોલ્ટ વર્કસના અગરના તળાવના પાણીમા જગદિશભાઇ શંકરભાઇ પારઘી નામના શખ્સનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવતા માળીયા મી. અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

બીજી બાજુ, વાંકાનેરનાં રાતીદેવળી ગામે રહેતા ૫૪ વર્ષીય આધેડ પ્રવિણભાઇ ચતુરભાઇ વોરાને પેટમા પાણી ભરાતુ હતુ જે બીમારી સબબ તેમનું મોત નિપજતા નિપજતા વોરા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. જયારે બીજી બાજુ, માળીયા મી. તાલુકાના કાજરડા ગામે રહેતા રેશમાબેન કાદરભાઇ મોવરે ગઈકાલે પોતાના રાખોડીયા વાળા ખેતરે કોઇ કારણસર ઝેરી દવા પી જતા મોઢા માથી ફીણ નીકળતી હાલતમા તેના ભાઇ હનીફભાઇ કાદરભાઇ મોવર માળીયા સરકારી હોસ્પીટેલ ખાતે સારવારમા લાવતા ફરજ પરના ડોકટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. જેને પગલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે. જયારે અન્ય બનાવમાં ખાખરેચીમાં એક્જીસન્સ વીટ્રીફાઇડ કારખાના ના રૂમમા રહેતા રમેશસિંગ નરેન્દ્રસિંગ નામના ૪૫ વાર્ષીય આધેડ છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હોવાથી તેમનું ગત રોજ બીમારીના કારણે મોત નિપજતા માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતનો ગુનો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!