Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરના ઢુવા નજીક આવેલ મિરેકલ સિરામિક ફેકટરીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા:૧.૫૬ લાખની...

વાંકાનેરના ઢુવા નજીક આવેલ મિરેકલ સિરામિક ફેકટરીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા:૧.૫૬ લાખની રોકડ ઝપ્ત

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણીયા જુગારની મોસમ પણ પુર બહારમાં ખીલી છે ત્યારે જુગાર રમતા લોકોને ઝડપી પાડવા માટે મોરબી પોલીસ પણ સતર્ક બની છે જેમાં મોરબી એલસીબી ટીમ દ્વારા વાંકાનેર ના ઢુવા નજીક મિરેકલ સિરામિક માં દરોડા પાડીને જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જુગારના દરોડાની વિગત મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ મીરેકલ સિરામિક નામના બંધ કારખાનામાં આવેલ શિવ પેલેટ ના રૂમમાં દરોડો પાડતા જુગાર રમતા યશવંતભાઈ મગનભાઈ દલસાણીયા(રહે.બેલા,તા.જી.મોરબી), અમિતભાઈ દલીચંદભાઈ વરમોરા(રહે.ખોડિયાર નગર આલાપ રોડ મોરબી), પ્રકાશભાઈ શિવાભાઈ ચાપાણી(રહે.બેલા તા.જી.મોરબી),જીતેન્દ્ર પ્રભુભાઈ માલાસણા (રહે.ઉમા ટાઉનશીપ મોરબી -૨)અને વિપુલભાઈ ખીમજીભાઇ અમૃતિયા(રહે. જેતપર તા.જી.મોરબી)નામના જુગારીઓને રૂપિયા ૧,૫૬,૦૦૦ ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા અને તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાર્યવાહી હાથ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!