Wednesday, November 27, 2024
HomeGujaratટંકારા સ્થાનકવાસી અપાસરા ખાતે "પુણ્યસ્મૃતી આરાધના મહોત્સવ"નુ પંચદિવસીય આયોજન

ટંકારા સ્થાનકવાસી અપાસરા ખાતે “પુણ્યસ્મૃતી આરાધના મહોત્સવ”નુ પંચદિવસીય આયોજન

ટંકારા સ્થાનકવાસી અપાસરા ખાતે પુણ્યાત્માની “પુણ્યસ્મૃતી “આરાધના મહોત્સવ” ની પાંચ દિવસ ઉજવણી થશે.ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજી ની ૨૪મી પુણ્ય તિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવી માં સ્વામી વિજ્યા બાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ટંકારા તથા મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા અનોખું આયોજન. આવતી કાલથી પ્રવચન શરૂ.

- Advertisement -
- Advertisement -

શ્રી ટંકારા સ્થાનક વાસી જૈન સંધ તથા મહોત્ત્વના લાભાર્થી પરિવાર પ.પુ. માતૃશ્રી જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા જૈન શાસનમાં ટંકારા જેનાથી ગૌરવવંતુ છે તેવા સાત – સાત સતિ રત્નો અને બે – બે સંતોના સંસ્કાર થી ધર્મ પ્રભાવની પુણ્યભુમીએ. ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજી ની ૨૪મી પુણ્ય તિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવી માં સ્વામી વિજ્યા બાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે ગોંડલ સંઘાણી સંપ્રદાયના શ્રુતનિધિ પહાડી પ્રવચનકારક ૫.પુ.બા.બ્ર. સાધનાબાઇ મહાસતિજી વ્યાખ્યાન વાચસ્પતી બા.બ. રાજેશ્વરીબાઇ મહા. તથા હંસાબાઇ મહાસતિજી બા.બ્ર. નંદાબાઇ મહા, આદિઠાણા -૧૨ શ્રીસ્મૃતી પ્રસંગે પુણ્યોદય પ્રાપ્ત થતા પાવન પવિત્ર પુણ્યતિથિ નિમીતે પંચ દિવસિય તપ આરાધના ને પ્રાણવાન સુસંસ્કારી આરાધના માટે ટંકારા પધારી ચુક્યા છે અને ટંકારા અપાસરા ખાતે લગાતાર પાચ દિવસ અનોખી ઉજવણી કરવામાં આવશે. જેનો લાભ લેવા જૈન જૈનેતરને ટંકારા સંધ અને પ.પુ. માતૃશ્રી જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર ટંકારા દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

પાંચ દિવસના તપ આરાધના કાર્યક્રમ આ મુજબ રહેશે

આયંબીલ (શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય આયંબીલશાળામાં)4-1-24 ગુરૂવારે બિજા દિવસે શુક્રવારે બેસણું શનિવારે એકાસણું, રવિવારે એ પુણ્ય પાપ્ત દિવસે સવારે નવ વાગ્યે વ્યાખ્યાન, પછી સ્મુતી વંદના બાદમાં મહાનુભાવો નુ સ્વાગત શબ્દાજંલી જે. જે. એયુએસ દ્વારા જરૂરીયાતમંદ ને રાશનકીટ અને ગરમ કપડાં નું વિતરણ ટંકારા પાંજરાપોળ ને ખાણ ત્યારબાદ જીવદયા ટિપ જીર્ણોદ્ધાર ટિપ પછી મહા માંગલિક અને નવકારશી સંધ જમણ યોજાશે. અને કાર્યકમ ના છેલ્લા દિવસે સોમવારે ઉપવાસ થકી આરાધના કરવામાં આવશે. તદ્ઉપરાંત તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા. ૧૫/૦૧/૨૦૨૪ દરરોજ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ પ્રવચન સામાયીક – ત્રણ સાંજે પ્રતિક્રમણ – રાત્રી જ્ઞાન ધર્મ ચર્ચા કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!