Wednesday, January 1, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં પાંચ અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં પાંચ અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતના બનાવોએ માજા મૂકી છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમા પાંચ લોકોના અકાળે મોત નિપજ્યા હોવાની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, ટંકારાનાં કલ્યાણી ટેક્ષ ટાઈલ્સ ઈન્ડસ્ટ્રીયલ ઓટાળા ખાતે રહેતા મૂળ નેપાળીનાં યુવક અર્જુનબહાદુર માનબહાદુર થાપામગર કલ્યાણી ટેક્ષ ટાઈલ્સ નામની ફેકટ્રીમા કામ કરતા ત્યારે ડાઈંગ મશીનનો વાલ્વ ખોલવાનુ ભુલી જતા અને ડાઈંગ મશીનનુ ઢાકણૂ ખોલતા અંદરથી મટિરિયલ્શ વાળુ ઉકળતા પાણી સરીરે ઉડતા દાજી જતા ગત તા-૨૪/૦૬/૨૦૨૩ ના રોજ તેને ખાનગી ક્રિષ્ના હોસ્પીટલમા દાખલ કરવામાં આવ્યો હતો. જેનુ સારવાર દરમ્યાન ગત તા-૦૨/૦૭/૨૦૨૩ ના રોજ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

બીજા બનાવમાં, મોરબીના મચ્છુનગરમાં રહેતી 7 વર્ષીય બાળકી અશ્મિતા પીતાંબરભાઈ ઝાલા ગત તા.૦૩/૦૭/૨૦૨૩ ના સાંજના સમયે ઝાંઝરુ જવા પોતાના ઘરેથી નીકળી મચ્છુનગર ગામ પાછળ આવેલ જગાભાઈ રામભાઈ ગોલતર ના રહેણક મકનની પાછળ આવેલ પાણીની ખાણ પાસે ઝાઝરુ જવા માટે જતા અકસ્માતે કોઈપણ કારણૉસર પાણી ભરેલી ખાણમા પડી જતા ઉંડા પાણીમા ડૂબી જતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા સમગ્ર મામલે મુકેશભાઇ મંગાભાઇ ઝાલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

ત્રીજા બનાવમાં, મોરબીનાં નીચી માંડલ ગામે સીમેટરા સીરામીકમાં રહેતા રામબાબુ આહીરવાડને ગઈકાલે સવારે ઉલ્ટી થતા ૧૦૮ માં મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકને પ્રાથમિક સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

ચોથા બનાવમાં, હળવદમાં જુના દેવળીયા વાડી વિસ્તારમાં રહેતા દલાભાઇ બસીરભાઇ નાયકે ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં આંદરણા તરફ જતા રસ્તામાં ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક ૧૦૮ મારફત સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની ટૂંકી સારવાર બાદ સાંજના આશરે 7 વાગ્યા આસપાસ મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

પાંચમા બનાવમાં, મોરબીના ઉચી માંડલ ગામ ખાતે રહેતા ગાયત્રીબેન નારાયણસિંઘ નામની મહિલા છેલ્લા અઠવાડિયાથી બિમાર હોય અને ગઈકાલે તબિયત વધુ બગડતા તેના પતિ નારાયણસિંગ તેમને વાહનમાં મોરબી સરકારી હોસ્પિટલ સારવાર માં લઇ ગયા હતા. પરંતુ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!