મોરબી શહેર તથા જિલ્લામાંથી દારૂનો નશો કરેલી હાલતમાં નીકળેલ પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુદા જુદા પોલીસ મથકમા પ્રોહીબિશન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હળવદની સરાચોકડી નજીક શંકસ્પદ હાલતમાં રહેતા એક ઇસમને અટકાવી પોલીસે પૂછપરછ કરી હતી જેમાં લાલજીભાઇ ભગવાનભાઇ પીપરીયા (ઉ.વ-૨૮ રહે ગામ-માનસર તા હળવદ) નામના શખ્સે દારૂનો નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું જેને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત વાંકાનેરના અમરફાટક નજીકથી વાંકાનેર સીટી પોલીસે શંકાસ્પદ હાલતમાં નીકળેલ યુસુફભાઈ અબ્દુલભાઈ બ્લોચ (ઉવ-૫૨ ધંધો-મજુરી રજાનગર ગુલશનપાર્કની બાજુમાં વાંકાનેર)ને અટકાવી પૂછપરછ કરતા તેને દારૂનો ચીકાર નશો કર્યો હોવાની જાણ થતાં પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક કેસમાં હળવદની સરાચોકડી નજીકથી ડ્રાઇવીંગ લાયસન્સ વીના ઇકો કાર કી.રૂ.૩,૦૦,૦૦૦ લઈ ચલાવી નિકળતા કાનજીભાઇ જીતેંદ્રભાઇ લોલાડીયા (ઉવ.૨૬ રહે. ગામ-શીરોઇ તા.હળવદ જી.મોરબી)ને હળવદ પોલિસે ઝડપી લીધો હતો.
વધુમાં ટંકારા લતીપર રોડ પર આવેલા હોન્ડાના શોરૂમની સામેથી દારૂ પીધેલી હાલતમાં નીકળેલ મોહનભાઇ મુલચંદભાઇ રાજપુત (ઉ.વ ૪૦ ધંધો મજુરી રહે. ગામ કલ્યાણપર તા ટંકારા જી મોરબી મુળ.રાજસ્થાન)ને ટંકારા પોલીસે ઝડપી લઈ પ્રોહીબિશન ધારા હેઠળ કાર્યવાહી આરંભી છે.
જ્યારે માળીયા મિયાણા તાલુકાના માળીયા વાગડીયા ઝાપા નજીક દારૂનો નશો કરેલી હાલતમાં છાટકો બની જાહેરમા બકવાસ કરતા મુકેશ બાબુભાઈ દેગામા (ઉં.વ-૩૫ રહે-ખાખરેચી કોળીવાસ પાણીનાટાકાપાસે તા-માળીયા મીં. જી.મોરબી)ને માળીયા મિયાણા પોલીસે ઝડપી લઈ કાર્યવાહી આદરી હતી.