Friday, January 10, 2025
HomeGujaratહળવદના ભવાનીનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીની ધરપકડ

હળવદના ભવાનીનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીની ધરપકડ

હળવદ ટાઉનમાં ભવાનીનગર વિસ્તારમાં મળેલ પૂર્વ બાતમીને આધારે હળવદ પોલીસ ટીમે દરોડો પાડી તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવી તમામ વિરૂદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. અજીતસિંહ.એન.સીસોદીયા તથા સાથેના પોલીસ સ્ટાફના પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. હરવીજયસિંહ કીરીટસિંહ ઝાલા તથા ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે હળવદ ટાઉન ખાતે ભવાનીનગર ઢોરા વિસ્તારમાં વિસ્તારમાં રમેશભાઈ ગુગાભાઈ સાવડીયાના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની મળેલ બાતમીને આધારે રેઇડ કરતા ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલ કિશોરભાઈ ઉર્ફે કિશન બચુભાઈ બણોદરા ઉવ.૨૮ રહે.ત્રણ માળીયા હળવદ, સોકતભાઈ અસીમભાઈ ભટ્ટી ઉવ.૨૩ રહે.હળવદ જંગરીવાસ મોરબી દરવાજા, વિશાલભાઈ હિંમતભાઈ બરીયા ઉવ.૨૧ રહે.ભવાનીનગર ઢોરો હળવદ મુળ.રહે. ગામ ખોડું તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, ચિરાગભાઈ ઉર્ફે કિરીટ નાનજીભાઈ ચાવડા ઉવ.૨૦ રહે.ઈન્દ્રાનગર બી- ડિવિઝન પોલીસ સ્ટેશન સામે મોરબી તા.જી.મોરબી, મનોજભાઈ ત્રિભોવનભાઈ ગીરી ઉવ.૪૧ રહે.ભવાનીનગર ઢોરો હળવદની રોકડ રકમ રૂ.૧૩,૨૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે અટકાયત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!