મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ પ્રોહીબીશન જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસની ટીમે હળવદ ટાઉનની મહર્ષિ સોસાયટી ખાતેથી જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મનજીભાઈ સોલગામા તથા કોન્સ્ટેબલ તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલાને સંયુક્તમાં ખાનગી બાતમી મળેલ જે આધારે જુગાર અંગે રેઇડ કરવા સુચના કરેલ હોય જે અનવ્યે હળવદ ટાઉનમાં મહર્ષિ સોસાયટી ખાતે રેઈડ કરતા જાહેરમાં જુગાર રમતા નિલેશભાઈ રમણીકભાઇ ગોઠી (રહે. કણબીપરા તા.હળવદ જી.મોરબી), પંકજભાઈ જગદીશભાઈ જોષી (રહે શ્રીજીદર્શન સોસાયટી તા.હળવદ જી.મોરબી), જયેશભાઇ અમરતભાઇ રાઠોડ (રહે. મહર્ષિ ટાઉનશીપ હળવદ જી.મોરબી), કૌશીકભાઈ પ્રવિણભાઇ ગૌસ્વામી (રહે.સિધ્ધનાથ સોસાયટી હળવદ તા.હળવદ જી.મોરબી) તથા હિતુભા સામતસિંહ ઝાલા (રહે.પ્રમુખસ્વામી નગર સોસાયટી હળવદ તા.હળવદ જી.મોરબી) નામના ઇસમોને કુલ રૂ.૮૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.