મોરબી જીલ્લામાં જુગાર રમતા જુગારીઓ પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે લાતીપ્લોટ શેરીનં.૩/૪ વચ્ચે વિષ્ણુ ટ્રેડીંગ સામે રેઇડ કરી જુગાર રમતા ૫ જુગારીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી લાતીપ્લોટ શેરીનં.૩/૪ વચ્ચે વિષ્ણુ ટ્રેડીંગ સામે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા મોસીનભાઇ સલીમભાઇ મોવર (રહે.મોરબી મચ્છીપીઠ જુનાબસસ્ટેન્ડ પાસે), નેકમામદભાઇ સલેમાનભાઇ ભટી (રહે.મોરબી જોન્શનગર શેરીનં.૮), દિલાવરભાઇ કાસમભાઇ કટીયા (રહે.મોરબી જોન્શનગર શેરીનં.૧૧), પ્રવીણભાઇ માવજીભાઇ મકવાણા (રહે.મોરબી જેઇલરોડ અનુ.જાતિવાસ શેરીનં.૪) તથા રસીદભાઇ જુમાભાઇ ચૌહાણ (રહે.મોરબી જુનાબસસ્ટેન્ડ સામે ગેબનશાહપીર ની દરગાહ પાસે) નામના ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ.૧૧,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.