મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં ખુલ્લા પટ્ટમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ પ્રવિણભાઇ સવજીભાઇ રાઠોડ ઉવ.૪૬, રવીભાઇ વેલજીભાઇ સોલંકિ ઉવ.૨૭, મુનોભાઇ સોમાભાઇ સોલંકિ ઉવ.૩૬, મોહનભાઇ બીજલભાઇ સોલંકિ ઉવ.૫૩ તથા લખધીરભાઇ મુસાભાઇ સોલંકિ ઉવ.૫૫ તમામ રહે. મોરબી-૨ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૩,૮૭૦/- જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.