વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં પાદરડું નામે ઓળખાતી સીમમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી, જેમાં ખરાબાની જમીનમાં બાવળની કાંટમાં તીનપત્તીનો જુગાર રમતા પ્રવીણસિંહ ધીરૂભા ઝાલા ઉવ.૬૦, વિનુભાઈ હમીરભાઈ વોરા ઉવ.૫૭, કિશોરભાઇ હીરાભાઇ વોરા ઉવ.૪૬, પ્રવિણભાઈ કાળુભાઇ વોરા ઉવ.૪૦ તથા મહેશભાઈ ગોરધનભાઇ વોરા ઉવ.૫૦ તમામ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના રહેવાસીને ઝડપી લેવામાં આવ્યા હતા, અચાનક પોલીસની રેઇડથી જુગરીઓમાં નાસભાગ મચી ગયી હતી, પરંતુ પોલીસ ટીમે તમામ પાંચેય આરોપીઓની અટક કરી જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૦,૪૩૦/- કબ્જે લઈ પકડાયેલ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.