હળવદ પોલીસ ટીમે ચરાવડા ગામે નવા તળાવ પાસે, દેવળીયા નાળા નજીક જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા આરોપી નિલશેભાઇ નાગજીભાઇ પરમાર, પ્રેમજીભાઇ જીવાભાઇ સોલંકી, પુરણદાસ ધરમદાસ સાધુ, મહેશભાઇ બાલજીભાઇ સોલંકી તથા જયંતીભાઇ ઉર્ફે જોની લવજીભાઇ મકવાણા તમામ રહે. નવા તળાવ પાસે ચરાડવા ગામ તા.હળવદવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૬,૪૦૦/-કબ્જે લીધા હતા, આ સાથે પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.