Tuesday, November 19, 2024
HomeGujaratવાંકાનેરમાં પાણી પુરવઠાના પંપીંગ સ્ટેશનમાંથી લાખોના કોપર વાયર ટ્રાન્સફોર્મર ચોરી કરનાર ગુર્જર...

વાંકાનેરમાં પાણી પુરવઠાના પંપીંગ સ્ટેશનમાંથી લાખોના કોપર વાયર ટ્રાન્સફોર્મર ચોરી કરનાર ગુર્જર ગેંગના પાંચ સભ્યો ઝડપાયા:સાતની શોધખોળ

પાણી પુરવઠાના પંપીંગ સ્ટેશન તથા જીઈબીના ગોડાઉનમાંથી ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર તોડી કોપર વાયર, એલ્યુમિનિયમના વાયરની ચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગુર્જર ગેંગના પાંચ સભ્યોને મોરબી એલ.સી.બી પેરોલફર્લો સ્કોડ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં અલગ અલગ કુલ છ જગ્યાએ કોપર વાયર ચોરી અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદના મુકેશભાઈ ભગવાનજીભાઈ મારવાણિયાએ ગત તા.૦૭/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદ દાખલ કરી હતી કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ખાતે કોન્ટ્રાક્ટ ચાલકો હોય ત્યારે તા.૦૭/૧૨/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે ચોટીલા વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ લિંબાળા ધાર નજીક ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પંપીંગ સ્ટેશન ખાતેથી ઈલેક્ટ્રીક લાઈનનું ચાલુ ટ્રાન્સફોર્મર તથા વધારાનું ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર વાયર આશરે ૮૦૦ કિલો તેની કિંમત રૂ.૪,૮૦,૦૦૦ની ચોરી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કરવામાં આવી છે. જેની તપાસ વાંકાનેર પોલીસ ઇન્સ્પેકટર પી.ડી.સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ ચાણપા ગામના પાટિયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પંપીંગ સ્ટેશન ખાતે આવી જ રીતે ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે થોડા સમયમાં જ બે ચોરીના બનાવો બનતા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા કામગીરી હાથ ધરી હતી. જેમાં એલ.સી.બી ટીમે બનાવ સ્થળની મુલાકાત લઈ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચોરીના બનાવમાં લીંબડી અમદાવાદ હાઇવે પર રામ ભરોસે હોટેલની નજીક ભંગારનો ડેલો ધરાવતો ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર હોવાનું સામે આવતા ચોરી કરનાર ત્રણ ઈસમો અને ચોરીનો માલ રાખનાર બે ઇસમો એમ કુલ પાંચ ઇસમોની અટકાયત કરી હતી. જેમાં આરોપી ચુનીલાલ ભીરૂલાલ ગુર્જર, પ્રભુલાલ ઈશ્વરલાલ ગુર્જર, દીપકભાઈ રેખારામ ગુર્જર, રતનલાલ સરવણલાલ ગુર્જર અને લક્ષ્મણ લાલ મેઘરાજ કુમાવતની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ કરતાં વાંકાનેર સિટી,ચોટીલા, મૂળી, પાણસીણા તથા અમદાવાદના ગ્રામ્ય બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને લખતર પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક ચોકીદારને બંધક બનાવી લૂટ કર્યાની કબૂલાત આપી હતી. તેમજ અન્ય સાત આરોપી જેમાં રાજુ ગુર્જર, ધર્મેશ બાબુલાલ ગુર્જર, સુખદેવ ગુર્જર, ગોરધનનાથ સુગનનાથ યોગી, સુરેશ ગુર્જર, ડાલુ હાલુ ગૂર્જર અને પ્રકાશ પન્નાલાલ સાલ્વી ના નામ સામે આવતા તેમની અટકાયત કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી એલ.સી.બી. એ ચોરી કરનાર ગેંગ પાસેથી કોપર વાયર આશરે ૫૦૭ કિલો કિંમત રૂ.૩,૨૯,૫૫૦/-, બલેનો કાર કિંમત રૂ.૩,૦૦,૦૦૦/-, રોકડ ૧,૮૦,૦૦૦, અશોક લેલન માલ વાહક નાનું વાહન કિંમત રૂ.૨,૦૦,૦૦૦/-, સાદા અને રીંગ પાના ૧૦ નંગ કિંમત રૂપિયા ૧૧૦૦/- તેમજ પકડ,લોખંડની કોશ અને હાથા વાળા કટ્ટર કીમત રૂ.૨૪૦૦/- તેમજ અલગ અલગ કિંમતના ૬ મોબાઇલ નંગ કીમત રૂ.૨૫,૫૦૦/- મળી કુલ રૂ.૧૦,૧૩,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!