જીરૂ તો રાતો રાત સિમાડા ઓળંગી બજારમાં વેચી નાખ્યું લસણ અને રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા ખેડૂતના બંધ મકાનમાં રાખેલ રૂપિયા 4.12 લાખથી વધુ કિંમતના જીરું અને લસણની ચોરી થઇ જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા આ ગુનામાં સંડોવાયેલા પાંચ લોકોને રોકડ રકમ મુદામાલ સાથે ઝડપી લીધા છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઇ રણછોડભાઇ કોરીંગાના બંધ મકાનમાંથી ગત. તા.5ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમ જીરૂ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ-36માં ભરેલ આશરે 75 મણ જીરું કિંમત રૂપિયા 3,7,500 તેમજ લસણ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ- 11માં ભરેલ આશરે 30 મણ લસણ કિંમત રૂપિયા 75હજાર સહિત 4,12,500નો જથ્થો ચોરી કરી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
જેમા ટંકારા થાણા અમલદાર એમ જે ધાંધલના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના પો. હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બાર, સિધ્ધરાજસિંહ રાણા, કૌશિકભાઈ પેઢરીયાને સંયુકત બાતમી મળી હોય આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપી સાગર દિલિપભાઈ અત્રેસા રહે મુળ સખપર હાલે વાવડી રોડ જીવન જ્યોત સોસાયટી મોરબી, રમેશ અવચર દારોદ્રા રહે નેકનામ, બિપીન વિરજીભાઈ સાણદિયા રહે નેકનામ, હીનદુ લાખાભાઈ સાટકા રહે સખપર અને પ્રવિણ વાલજીભાઈ વેદાણી રહે મુળ હોળાયા ગઢડા હાલે નેકનામ વાળા પાસેથી રોકડ રકમ 337500 લસણના 11 બાચકા બે બોલેરો નંબર જીજે 20 વી 9168 તથા જીજે 10 ટી એક્સ 4476 સાથે કુલ દશ લાખ બાર હજાર પાંચસો નો મુદામાલ કબ્જે કર્યો હતો આ કામગીરી માં ટંકારા પિ એસ આઈ એમ જે ધાંધલ ડી સ્ટાફના જમાદાર ચેતન કડવાતર બી. ડી. વરમોરા વિપુલ બાલાસરા સહિતનો સ્ટાફ રોકાયો હતો.