મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે માળીયા મીં. પોલીસે મોટી બરાર ગામથી જશાપર ગામ તરફ જવાના રસ્તે સ્મશાન પાસેથી 5 ઈસમોને જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં. પોલીસે ગઈકાલે બાતમીનાં આધારે મોટી બરાર ગામથી જશાપર ગામ તરફ જવાના રસ્તે સ્મશાન પાસે રેઈડ કરી જાહેરમાં ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીન પતિનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા રમેશભાઈ મગનભાઈ સરડવા (રહે.સરવડ ગામ તા.માળીયા મીં. જી-મોરબી), કાળુભાઈ વાઘાભાઈ હુંબલ (રહે.જશાપર ગામ તા-માળીયા મીં. જી-મોરબી), ધિરૂભાઈ વિરાભાઈ કાનગડ (રહે.જશાપર ગામ તા.માળીયા મીં. જી-મોરબી), કરશનભાઈ જલાભાઈ ભુંડીયા (રહે.પીપળીયા ગામ તા.-જી-મોરબી) તથા જયેશભાઈ રાણાભાઈ કાનગડ (રહે.જશાપર ગામ તા.માળીયા મીં. જી-મોરબી) નામના ઈસમોને કુલ રોકડા રૂ.૧૫,૭૦૦/- તથા ૪ મોબાઈલ મળી કુલ રૂ-૩૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.