મોરબીમાં મોબાઈલ ચોરીનાં બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગત તા.૦૮/૧૦/૨૦૨૩ ના રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે મોરબીનાં વીસીફાટક નજીક આવેલ પટેલ બોડીંગના રૂમમાંથી પાંચ મોબાઈલની ચોરી કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં વીસીફાટક નજીક આવેલ પટેલ બોડીંગ ખાતે રહેતા મિતભાઇ હરેશભાઇ વેકરીયા તથા તેના રૂમમાં રહેતા અન્ય લોકોનાં મોબાઈલ ફોન REALME X7 MAX, SAMSUNG A53, VIVO T2 5G, REALME 9PRO તથા OPPO A5 ગત તા.૦૮/૧૦/૨૦૨૩ ના રાત્રીથી લઈ તા.૦૯/૧૦/૨૦૨૩ના સવારના સમય સુધીમાં કોઈ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.