રાજકોટમાં રહેતી પરિણીતા સાથે મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટીમાં રહેતા યુવાને મૈત્રી કરાર કર્યા હતા. જેથી મહિલા છેલ્લા બે મહિનાથી યુવક સાથે મોરબીમાં રહેતી હતી. તે દરમ્યાન મહિલાના પતિ, સસરા અને દિયર સહિતના શખ્સો દ્વારા યુવાનનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જેને લઇને મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ ૧૦ આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ હાલ વધુ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર ગામે રહેતા વર્ષોબેન હરેશભાઇ કરમટાએ મૈત્રી કરાર કરેલ હોય તે રવાપર ગામે રહેતા રમેશભાઇ ખોડાભાઇ નાગહ સાથે રહેતી હતી. તેવામાં ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા તેમજ તેમના સસરા અને દિયર સહિતનાઓ દ્વારા રમેશભાઇ ખોડાભાઇ નાગહનું ઇકો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયેલ હતા. જેની મોરબી એ ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ મહિલાના પતિ સહિત કુલ ૧૦ આરોપીની ધરપકડ કરી હતી. જેના હાલમાં આ ગુનામાં પોલીસે વધુ પાંચ આરોપી ૨૮ વર્ષીય ભીખાભાઈ ગોગાભાઇ ખાંભલા જાતે રબારી રહે. સાગરનગર માર્કેટ યાર્ડ પાસે રાજકોટ, ૨૫ વર્ષીય વિપુલભાઈ માવજીભાઈ નાગહ જાતે રબારી રહે. સાગરનગર માર્કેટ યાર્ડ પાસે રાજકોટ,૬૦ વર્ષીય રાયાભાઈ જેરામભાઈ મીઠાપરા જાતે કોળી રહે. ભારતનગર આજીડેમ ચોકડી રાજકોટ, ૨૬ વર્ષીય હિતેશભાઈ લખધીરભાઈ મકવાણ જાતે રબારી રહે. ભીમાદળ તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને ૨૦ વર્ષિય સંદીપ વાઘાભાઈ રાઠોડ જાતે રબારી રહે. ઢાંકણીયા રોડ પકા શેઠની વાડીએ બોટાદ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…