Friday, September 20, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં અપમૃત્યુના ચાર બનાવમાં પાંચ વ્યક્તિના મોત

મોરબી જીલ્લામાં અપમૃત્યુના ચાર બનાવમાં પાંચ વ્યક્તિના મોત

મોરબી જીલ્લા પોલીસના અલગ અલગ પોલીસ મથકે અપમૃત્યુના જુદા જુદા ચાર બનાવ નોંધાયા છે જેમાં મોરબીમાં પ્રૌઢનું બીમારી સબબ સારવારમાં તથા યુવકે શરીરે આગ ચાંપી દેતા સારવાર દરમિયાન મોત જ્યારે ટંકારાના વિરપર ગામે તળાવની બાજુમાં પડેલ રીક્ષા કાઢવા ગયેલ બે કુટુંબી ભાઈઓના એકસાથે પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા તેમજ માળીયા(મી)ના વાધરવા ગામે ખેતરમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના લાતી પ્લોટમાં રહેતા વનીભાઈ વેલજીભાઈ ઉવ.૫૦ ગઈ તા.૧૫/૦૮ના રોજ કોઈ બીમારી સબબ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ થયા હતા. ત્યારે ગઈકાલ તા.૧/૦૯ના બપોરના સુમારે વનીભાઈનું મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.

બીજા અપમૃત્યુના બનાવ અંગેની પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘુટુ રોડ ઉપર આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા મૂળ જામનગર જીલ્લાના ધ્રોલ ગામના રહેવાસી ધમેંન્દ્રભાઈ કેશવજીભાઈ ઘેટીયા ઉવ.૩૦ વાળાને તેના પિતા કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા ધર્મેન્દ્રભાઈને મનોમન લાગી આવતા ગત તા.૨૫/૦૮ના રોજ પોતે પોતાની જાતે મોરબી-૨ મહેંન્દ્રનગર ચોકડી પાસે શિવાય પ્લાઝા કોમપલેક્ષમાં શરીરે આગ ચાંપી દેતા ધર્મેન્દ્રભાઈ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા ત્યારે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ચાલુ સારવાર દરમિયાન તા.૩૧ ઓગસ્ટના રાત્રીના ૧૧.૪૦ વાગ્યે ધર્મેન્દ્રભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે ત્રીજા બનાવની મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના વિરપર ગામે ગઈકાલ તા.૦૧/૦૯ના રોજ ગામમાં આવેલ તળાવ પાસે પોતાની રીક્ષા લેવા માટે ગયેલા પ્રવીણભાઇ નરશીભાઇ શનાળીયા ઉવ-૪૩ તથા પ્રેમજીભાઇ ભગવાનજીભાઇ શનાળીયા ઉવ-૩૫ બંને રહે.વિરપર તા-ટંકારાવાળા બંને કુટુંબી ભાઈના રીક્ષા લેતી વખતે તળાવમા પગ લપસી જતા બન્ને તળાવના પાણીમાં પડી જતા મરણ ગયેલ હોય ત્યારે બંને મૃતક ભાઈના મૃતદેહ મનોજભાઇ ભગવાનજીભાઇ સનાળીયા દ્વારા તળાવના પાણીમાંથી બહાર કાઢવામાં આવી ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને ઇન્વેસ્ટ પંચનામાં સહિતની કામગીરી કરવા બોલાવતા હાલ પોલીસે બંને મૃતકના મોત અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત ચોથા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા(મી)ના વાધરવા ગામે જયેન્દ્રસિંહ ભથુભા જાડેજાના ખેતરમાં ગત તા. ૩૧/૦૮ના રોજ સાંજના ૭ વાગ્યા પહેલા આશરે ૩૦ થી ૩૫ વર્ષ ઉમર ધરાવતા અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા જે બાબતે વધારવા ગામના વતની હાલ મોરબી રહેતા મહીપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ત્યારે પીએમનો અહેવાલ મળ્યે અજાણ્યા યુવકના મૃત્યુ અંગેનું સાચું કરણ બહાર આવ્યાનું જાણવા મળ્યું છે. હાલ માળીયા(મી) પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે. વધુમાં માળીયા(મી) પોલીસે બિન ઓળખાયેલ આશરે ૩૦ થી ૩૫ વર્ષ વયના અજાણ્યા યુવકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!