રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી વધુ સુદ્રઢ બની રહે તે સારૂ ભૂતકાળમાં વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા સારૂ વિવિધ ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ભૂતકાળમાં વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા સારૂ ગુનેગાર ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી.પંડયાને મોકલવામાં આવતા તેમના દ્વારા વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલા ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા. જે ઇસમોની અટકાયત કરવા મોરબી એલ.સી.બી. પી.આઈ. ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ રહી શરીર, મિલ્કત સબંધી ગુનામાં સંકળાયેલ પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઈ વાઘેલાને પકડી પાડી જીલ્લા જેલ, જુનાગઢ ખાતે ધકેલ્યો હતો. તેમજ શરીર, મિલ્કત સબંધી ગુનામાં સંકળાયેલ અજયભાઇ જગદિશભાઇ ચૌહાણને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત, શરીર, મિલ્કત સબંધી ગુનાના આરોપી ગૌતમભાઇ જયંતિભાઇ મકવાણાને મધ્યસ્થ જેલ, વડોદરા, વ્યાજખોરીના ગુનાના આરોપી રોહીતભાઇ રાજેશભાઇ જીલરીયાને જીલ્લા જેલ, ભાવનગર તથા વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ વીરમભાઇ હમીરભાઇ કરોતરાને મધ્યસ્થ જેલ, અમદાવાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.