વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે શહેરના માર્કેટ ચોક ટાઉન હોલના ખુલ્લા પટ્ટમાં જુગાર અંગે રેઇડ કરતા, જુગારીઓમાં નાસભાગ મચી ગયી હતી, ત્યારે કુલ છ પૈકી એક ઈસમ ભાગી છૂટ્યો હતો, જ્યારે પાંચ જુગારીને પોલીસે ઝડપી લીધા હતા.જેમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સંદીપભાઇ અંબારામભાઇ માંડાણી ઉવ.૩૧ રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર, હાર્દ સતીષચંન્દ્ર ઓઝા ઉવ.૨૯ રહે. રામચોક વાંકાનેર, આકાશ સતીષચંન્દ્ર ઓઝા ઉવ.૩૨ રહે. રામચોક વાંકાનેર, સલીમભાઇ દાઉદભાઇ વળગામા ઉ.લવ.૫૮ રહે.સીટી સ્ટેશન રોડ વાંકાનેર તથા મનિષભાઇ જગદિશભાઇ ભાટ્ટી ઉવ.૩૨ રહે.વીશીપરા પુજારા ભડીયાની સામે વાંકાનેરને રોકડા રૂ.૧,૮૭૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે દરોડા દરમિયાન થયેલ નાસભાગમાં આરોપી મુકેશ નાજાભાઇ ગોહેલ રહે-ભરવાડપરા વાંકાનેર વાળો નાસી જતા, કુલ છ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.