મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, જુના બસસ્ટેન્ડ પાસે ઈદગાહ મેદાન નજીક જાહેરમા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા ઈર્શાદભાઈ ઈકબાલભાઈ ત્રાયા (રહે જોન્સનગર શેરી નં.૮ મોરબી), મુનવરભાઈ અનવરભાઈ મીનીવાડીયા (રહે. ઘાંચી શેરી ફારૂકી મસ્જીદ ની બાજુમા મોરબી), સાહીલભાઈ સલીમભાઈ મોવર (રહે જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ મોરબી), ઈમરાનભાઈ દાઉદભાઈ કૈડા (રહે. ઈદ મસ્જીદ પાસે જુના બસ સ્ટેન્ડ મોરબી મો.નં.૬૩૫૨૦૮૨૮૧૫,) તથા અબ્દુલભાઈ મામદભાઈ જુણાચ (રહે ઘાંચી શેરી મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૯૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરણૈ કાર્યવાહી હાથ ધરી છે.